Skin Care

આ પેક લગાવ્યા બાદ નીકળશો તડકામાં તો પણ નહીં પડે ત્વચા પર આવા નિશાન

ઉનાળામાં વારંવાર બહાર જવાનું થતુ હોય તેમને સનબર્નની સમસ્યા સતાવતી હોય છે. ચહેરો અને હાથ તો કવર કરવામાં આવે છે તેમ છતાં શરીરના અવયવો પર તડકો પડે તો ત્વચાનો રંગ બદલી જાય છે. જે લોકો દિવસ દરમિયાન વધારે તડકામાં રહેતા હોય છે તેમને ગળા, હાથ,  પગમાં સનબર્ન થઈ જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ આ સનબર્નથી મુક્ત થવાના સરળ ઉપાયો વિશે.

– એલોવેરામાં થોડું લીંબૂ ઉમેરી તેને ત્વચા પર લગાવો. આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. આ પેક લગાવ્યા બાદ તડકામાં નીકળશો તો તમારી ત્વચા પર નિશાન નહીં પડે.

– તરબૂચમાં થોડું દહીં ઉમેરી અને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને શરીરના એ ભાગ પર લગાવો જ્યાં તડકાની અસર થઈ હોય. 15 મિનિટ બાદ ઠંડા પાણીથી તેને સાફ કરી લેવાથી શરીરમાં થતી બળતરા દૂર થશે.

– ચંદનનો પાવડર ઠંડક આપે છે. ઉનાળાના દિવસોમાં ચંદનનો પાવડર નિયમિત રીતે ગુલાબજળમાં ઉમેરી લગાવવો. તેનાથી સનબર્નનો પ્રભાવ દૂર થાય છે.

Related posts

એકની એક સેક્સ પોઝિશનથી કંટાળી ગયા છો તો ટ્રાય કંઇક નવું જાણો……

cradmin

જાણો બેસ્ટ શારીરિક સંબંધની લાઇફ માટે ખાવાનામાં સામેલ કરો આ વસ્તુઓ, કેવી પડશે મજા…..

cradmin

શું ગ્રાફિન ના કપડાં મચ્છરના કરડવાથી બચવામાં મદદ કરી શકશે?

cradmin

Leave a Comment