Medical Skin Care

ખરજવાંની સમસ્યાથી છો પરેશાન? તો આ ઘરેલું ઉપચાર કામ લાગશે

ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવાં માટે કેટલાંક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ. જેનાંથી તમને રાહત મળી શકશે.
ખરજવું એક એવી સમસ્યા છે જે થાય તો પીડિત વ્યક્તિને ઘણી પરેશાની થાય છે. આ ત્વચાની ઘણી જ ગંભીર બીમારી છે. તેને એક્ઝિમા પણ કહેવાય છે. ઘણી વખત ખરજવાને કારણે ગંભીર ઘા પણ થઇ જાય છે. આ સમસ્યાનો છુટાકરા માટે ઘણી વખત હજારો રૂપિયા ખરચવા છતા ફાયદો નથી મળતો તો ક્યારેક ઘરગત્થુ ઉપચાર જ તેનો નિકાલ લાવી દે છે.
એલોવેરા- ત્વચાની કોઇપણ સમસ્યા માટે એલોવેરા સૌથી ઉત્તમ છે તે વાત તો સૌ કોઇ જાણે છે પણ આ એલોવેરા એટલે કે કુવારપાઠું ખરજવાની સમસ્યા પણ દૂર કરે છે. એલોવેરા એક્જિમાના કારણે થઇ રહેલી ત્વચાની ડ્રાયનેસને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વિટામિન ઇના તેલની સાથે એલોવેરા મિક્સ કરીને જ્યાં ખરજવુ થયું હોય ત્યાં લગાવવાથી તેમાં ફરક આવશે. એલોવેરા જેલમાં વિટામિન ઇનું તેલ મિક્સ કરી લો. તેને ખરજવા લગાવવાથી આ રોગથી છૂટકારો મળે છે. એલોવેરાની મદદથી ખરજવાનાં ડાઘ પણ દૂર થાય છે.
લીમડાનું તેલ- લીમડાનું તેલ ત્વચા માટે એક ઉત્તમ ઔષધી છે. તેમાં બે મુખ્ય એન્ટી ઇન્ફલેમેટરી કમ્પાઉન્ડ હોય છે. જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. અને કોઇપણ પ્રકારનો દુખાવો ઓછો કરે છે. તેમજ જો પસ કે અન્ય કોઇ પ્રકારનું સંક્રમણ થતુ હોય તો તેને અટકાવે છે. આ માટે આપ 1/4 ઓલિવ ઓઇલ લો અને તેમા 10-12 ટીંપા લીમડાનું તેલ મિક્સ કરી ખરજવું થયું હોય તે જગ્યા પર લગાવો. આ ઉપાયથી થોડા જ દિવસમાં જ એક્જિમાની સમસ્યાથી રાહત મળશે.
મધ અને તજ- બે ચમચી મધ તથા બે ચમચી તજનો પાઉડર લો તેને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ખરજવું થયું હોય તે જગ્યા ધોઇને તેની ઉપર લગાવો. સૂકાઇ ગયા પછી તેને પાણીથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરો. તે બાદ ખરજવુ જડમૂળથી દૂર થઇ જશે. મધ ત્વચાની બળતરાને ઓછી કરે છે. તેમજ તજ એન્ટી ઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે તે કોઇપણ પ્રકારની ફંગસ કે ઇન્ફેક્શનને જડમૂળથી મટાડવા સક્ષમ છે.

Related posts

જાણો પ્રિયંકાએ ધર્મ માટે બોલિવૂડ છોડનારી ઝાયરા વસીમ અંગે કહી આ વાત……

cradmin

એકની એક સેક્સ પોઝિશનથી કંટાળી ગયા છો તો ટ્રાય કંઇક નવું જાણો……

cradmin

સજાતિય સંબંધોમાં અઘરા છે અહીંના નિયમો, ક્યારેય સાંભળ્યા નહીં હોય

cradmin

Leave a Comment