Medical Mental Health

રિસર્ચ / હૃદયરોગના હુમલો આવ્યા બાદ ‘વિટામિન E’ હૃદયને તંદુરસ્ત બનાવે છે

હેલ્થ ડેસ્કઃ હાર્ટ અટેક (હૃદય રોગનો હુમલો) આવ્યો હોય તેવા દર્દીઓના હૃદયના મસલ્સ નબળા પડી જતા હોય છે. ‘વિટામિન E’ લેવાથી હૃદયને ફરી તંદુરસ્ત કરવામાં મદદ મળે છે. તાજેતરમાં થયેલા રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે.

રિસર્ચ: આ રિસર્ચ ઓસ્ટ્રેલિયાના ‘બેકર હાર્ટ એન્ડ ડાયાબિટીસ ઇન્સ્ટિટ્યૂટ’માં કરવામાં આવ્યું છે. રિસર્ચર પીટર જણાવે છે કે, વિટામિન Eમાં રહેલા ‘એન્ટિ ઓક્સિડન્ટ્સ’ અને ‘એન્ટિ ઇન્ફ્લેમેટરી’ ગુણોને લીધે હૃદયની માંસપેશીઓ મજબૂત બને છે. આ રિસર્ચ ઉંદરો પર કરવામાં આવ્યું હતું. ઉંદરોને એલ્ફા ટોફોફીરોલ (વિટામિન Eનો પ્રકાર)નો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉંદરોના હૃદય પર તેની અસરની તપાસ કરવામાં આવી હતી.

પરિણામ: ‘વિટામિન E’નો ડોઝ આપ્યા બાદ ઉંદરોનું હૃદય વધુ સારી રીતે કાર્યરત જોવા મળ્યું હતું. વિટામિન Eથી ખરાબ થઈ ગયેલા ટીશ્યુ પણ રિકવર થાય છે. આ રિસર્ચને મનુષ્યો પર અપ્લાય કરવા માટે વૈજ્ઞાનિકો પ્લાન કરી રહ્યા છે અને જો તેમાં સફળતા મળશે તો હૃદય રોગના હુમલાનું નિદાન કરવામાં એક નવી સફળતા મળશે.

Related posts

ભારતનો ‘મેડિકલ ટૂરિઝમ’ ઉદ્યોગ : મોટા પાયા પર નિકાસ આવક રળવાની તક

cradmin

જાણો અભિનેત્રીનો નંબર એવી સર્વિસનાં પોસ્ટરમાં છાપી દીધો કે લોકો સીધા યૌન સંબંધની જ માગ કરે છે

cradmin

જાણો પ્રિયંકાએ ધર્મ માટે બોલિવૂડ છોડનારી ઝાયરા વસીમ અંગે કહી આ વાત……

cradmin

Leave a Comment