Mental Health News Reserch

ઓશિવરા, કાશ્મીરના યુવક સહિત ચાર આરોપી પિસ્તોલ, 19 કારતૂસ, ચરસ સાથે ઝડપાયા

ઓશિવરામાં કાશ્મીર યુવકની પિસ્તોલ અને ૧૯ કારતૂસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસે ચરસ પણ મળી આવ્યું હતું. આ મામલામાં જમ્મુ-કાશ્મીરના વધુ એક યુવક તથા જોગેશ્વરીના અન્ય બે શખસને પકડવામાં આવ્યા છે. આરોપી આ શસ્ત્ર શા માટે મુંબઇ લઇને આવ્યો હતો એની તપાસ થઇ રહી છે.

ઓશિવરા ખાતેથી ગઇકાલે રાતે પોલીસે જમ્મુ કાશ્મીરના પૂછતા રહેવાસી તનવીર શરીફ ખાન (ઉ.વ.૩૦)ને પકડીને પિસ્તોલ, ૧૯ કારતૂસ અને ચરસ જપ્ત કર્યું હતું.

આરોપી તનવીર સાથે જમ્મુ-કાશ્મીરના જ ઇશ્ક ખાન (ઉ.વ.૨૧) તથા જોગેશ્વરીના અનવર હુસેન (ઉ.વ.૩૦), શબ્બીર કુરેશીને ઝડપી લેવામાં આવ્યા છે. પિસ્તોલમાંથી એક કારતૂસ ગાયબહતી.

આરોપી તનવીરે આ કારતૂસનો ઉપયોગ કોઇ ગુના માટે કર્યો છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઇમાં અગાઉ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તે સમયથી હુસેન અને કુરેશીને ઓળખતો હોવાનો દાવો તનવીરે કર્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં આ પિસ્તોલ અને કારતૂસની પોલીસ માહિતી મેળવી રહી છે. આ ઉપરાંત તનવીર મુંબઇ કયા કારણથી આવ્યો હતો એની પણ તપાસ શરૂ કરાઇ છે.

આ ઉપરાંત બીજા જે-જે અરજદારોએ નિવેદનો લખાવ્યા છે તેમાં તેમના એકલાના નહીં પરંતુ સગા સંબંધીઓ અને મિત્રોના નાણા પણ ફસાયાનું કહ્યું છે. તમામ અરજદારોએ તેમના હસ્તકના જે જે લોકોના નાણાં ફસાયા છે તેનો સરવાળો નિવેદનમાં લખાવ્યો છે.

ક્રાઈમ બ્રાંચે દેવાંગને એપ ડેવલપ કરી આપનાર મિતેષભારતી ગોસ્વામી ઉપરાંત કંપની રજીસ્ટર કરાવી આપનાર મહિલા ઉપરાંત એક ચાર્ટડ એકાઉન્ટન્ટના પણ નિવેદનો નોંધ્યા હતા.

પોલીસે જણાવ્યું કે દેવાંગે કંપની તો બનાવી હતી પરંતુ તેમાં કોઈ ધંધો કરતો ન હતો. તે રોકાણકારોને ૪થી લઈ ૬ ટકા સુધીના વળતરની લાલચ આપી પોતાની કંપની અને ધંધામાં લાખો, કરોડો રોકાણ કરાવી બાદમાં તેમના જ નાણામાંથી તેમને વળતર ચુકવતો હતો.

આ રીતે તેણે ઘણાં સમય સુધી ‘રોલીંગ’ કરી અનેક રોકાણકારોને ઉંચા વળતરની લાલચ અને તેને શરૂઆતમાં ચુકવી શીશામાં ઉતાર્યા હતા. લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે ઉક્તિ તેણે સાર્થક કરી બતાવી હતી. આવતીકાલે તેનાં રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે. જો કે તેણે કૌભાંડની રકમ ક્યાં ગઈ તે વિશે પોલીસને કોઈ માહિતી નહીં આપતા રોકાણકારોનાં નાણાં પાછા મળશે કે કેમ તે બાબતે સવાલ ચગ્યો છે.

Related posts

આ સાવકી દીકરીનાં આરોપો પર બોલ્યો અભિનવ જાણો…..

cradmin

જાણો ક્યાં કારણથી લગ્નમાં આવેલ ફોટોગ્રાફર સાથે ભાગી ગઈ દુલ્હન…….

cradmin

બિપાશા, મેકઅપ વગર કેવી દેખાવા લાગી છે જાણો……

cradmin

Leave a Comment