Medical Mental Health News Reserch

આ એક યુવતી ને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યો,આરોપીના પિતા એ કહ્યું જલશા કરો…

શહેરના ચાંદખેડામાં એક સગીરા સાથે લગ્નની લાલચે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના કાકાએ ફરિયાદ આપી છે. આરોપીની સાથે સાથે તેના પિતા સામે પણ ફરિયાદ આપવામાં આવી છે. આરોપીના પિતાએ પીડિત તેમજ આરોપીને ફરવા મોકલ્યાં હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદ પ્રમાણે સગીરા ચાંદખેડાની એક સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની ઓળખાણ ઝુંડાલ ખાતે રહેતા અને સાથે જ અભ્યાસ કરતા એક છોકરા સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જોકે, બાદમાં પીડિતાએ આરોપી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન આરોપી પીડિતાને ધાકધમકી આપતો રહ્યો હતો, તેમજ તેની પાસે બીભત્સ માંગણી કરતો રહ્યો હતો. આ દરમિયાન આરોપીના પિતાએ પણ પીડિતા સાથે વાતચીત કરીને તે 18 વર્ષની થાય ત્યારે તેના દીકરા સાથે તેના લગ્ન કરાવી દેવાની વાત કરી હતી.

તા. 13-11-2018ના રોજ પીડિતાનો જન્મ દિવસ હોવાથી તેણી પોતાની મિત્રો સાથે હેલ્મેટ સર્કલ નજીક આવેલા હિમાલયા મોલ ખાતે ગઈ હતી. અહીં આરોપી આવી પહોંચ્યો હતો અને સગીરાને લેડીઝ વોશરૂમમાં લઈ ગયો હતો. અહીં પીડિતાને ડરાવીને તેને ચુંબન કર્યા હતા તેમજ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આરોપીના પિતાએ કહ્યું, અત્યારે બંને એન્જોય કરો : પીડિતાના કાકાની ફરિયાદ પ્રમાણે દુષ્કર્મના એકાદ મહિના પછી આરોપીએ મારી ભત્રીજીને હિમાલયા મોલ ખાતે બોલાવી હતી. આ સમયે આરોપીના પિતા પણ હાજર હતા. આરોપીના પિતાએ બંનેને ફિલ્મની ટિકિટ ખરીદી આપી હતી, તેમજ બંનેને એન્જોય કરવાનું કહ્યું હતું. આ સમયે આરોપીના પિતાએ બંનેના લગ્ન કરાવી દેવાની વાત કરી હતી. ફિલ્મ દરમિયાન પણ આરોપીએ પીડિતા પાસે બીભત્સ માંગણી કરી હતી અને તેના શરીરે ચુંબન કર્યું હતું.

Related posts

28 વર્ષમાં અર્થવ્યવસ્થા માટે સરકારનો સૌથો મોટો નિર્ણય કર્યો અને નિષ્ણાતોએ કહ્યું- ‘આ દિવાળી છે’

cradmin

અમદાવાદઃ નવજાત બાળકીની હત્યા કરેલી લાશ મળી, ગળાના ભાગમાં ઇજાના નિશાન

cradmin

જાણો અમદાવાદમાં બહુમાળી બિલ્ડિંગોમાં પૂરતા પાર્કિંગ માટે મુંબઇવાળી, ફાયરે પોતાનો અભિપ્રાય બતાવ્યો……….

cradmin

Leave a Comment