News Reserch

કેટરીના એ કહ્યું કે સલમાન ખાન ને લઈને ખુલાસો કરતા કર્યો, હા અમારા બને વચ્ચે સબંધો હતા…


કેટરીના કૈફ એવી એક્ટર્સમાં સામેલ છે, જે પોતાના બ્રેકઅપ તથા પૂર્વ પ્રેમીઓ સાથેના સંબંધોને લઈ સહજતાથી વાત કરે છે. રણબીર તથા કેટરીનાના સંબંધો તૂટે ત્રણ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. થોડાં સમય પહેલાં જ કેટરીનાએ મીડિયા સાથેની વાતચીતમાં સલમાન સાથેના સંબંધો અંગે વાત કરી હતી. આ ઉપરાંત કેટરીનાએ કહ્યું હતું કે તેના તમામની સાથે સારા સંબંધો છે.

કેટરીનાએ બ્રેકઅપને લઈ કહ્યું હતું કે સંબંધો હંમેશાં કંઈને કંઈ શીખવતા હોય છે. સંબંધો તમને તમારામાં કયો ડર રહેલો છે અને તમારામાં શું તાકત રહેલી છે, તે બતાવે છે. આ ઉપરાંત આ એક સુંદર અનુભવ છે. જરૂરી નથી કે બધા જ સંબંધોનો અંત મધુર હોય. ઘણીવાર સંબંધો અધવચ્ચેથી તૂટી જતા હોય છે અને ત્યારે પણ તમે એમાંથી કંઈક શીખો છો. સંબંધો તૂટે ત્યારે એકબીજા પર આરોપો-પ્રતિ આરોપને બદલે પોતાની અંદર જોવાની જરૂર છે.

કેટને જ્યારે પરિવાર અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે તે પણ પોતાનો પરિવાર ઈચ્છે છે. તે લગ્નમાં માને છે.સલમાન ખાન તથા કેટરીના વચ્ચે અફેર હોવાની વાત ઘણાં વર્ષોથી થતી રહે છે. હવે ફરી પાછા બંને સાથે આવી ગયા છે. જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો તો કેટરીનાએ કહ્યું હતું કે તેની અને સલમાનની વચ્ચે છેલ્લાં 16 વર્ષથઈ મિત્રતા છે અને તે સાચો મિત્ર છે. જ્યારે પણ જરૂર હોય ત્યારે સલમાન સાથ આપે છે. સલામન ભલે તમારા સંપર્કમાં ના હોય પરંતુ જ્યારે મિત્રને જરૂર હોય ત્યારે તેની પડખે ઊભો રહે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સલમાન તથા કેટરીનાની ‘ભારત’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

Related posts

નવાઈનો બર્થ-ડેમાં તલવારથી કેક કાપતાં,પણ હવે કરાઈ છે ધડાધડ ફાયરિંગ

cradmin

અર્જુનની નાની બહેન અંશુલાએ મલાઇકા સાથે શારીરિક સંબંધ પર આપ્યું મોટું નિવેદન જાણો….

cradmin

હેલ્ધી શારીરિક સંબંધ બનાવવાના ટિપ્સ

cradmin

Leave a Comment