18+ Reserch Sex & Health Skin Care

લવ મેરેજ કાર્ય છતાં તમારા લગન જીવન માં શારીરિક સંબંધ કેમ ઓછો થઇ ગયો જાણો.

ઘણી વખત કેટલાક લોકોને લવ મેરેજ હોવા છતા પણ પોતાના સંબંધમાં અણબનાવ હોય છે. તે સિવાય તેઓ પોતાના પાર્ટનર સાથે સેક્સમાં રસ પણ ઓછો થઇ જાય છે. તો અમે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ.

પ્રશ્ન : ૧ મારી ઉંમર ૧૯ વર્ષ છે. મારી સગાઇ થઇ ચૂકી છે. હું અને મારો મંગેતર એકબીજાને ખૂબ જ ચાહિએ છીએ. ગયા મહિને હું મારા સાસરે ગઇ હતી તે વખતે અમે એકાંતમાં શારીરિક સંબંધ બનાવ્યો હતો. અમે બંને આનાથી ખૂબ ખુશ હતા. પણ હવે તકલીફ એ છે કે આ મહિને મને માસિક નથી આવ્યું. મેં બે દિવસ પહેલાં જ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ ઘરે લાવીને પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો તો તે પોઝિટિવ આવ્યો છે. મારા મંગેતરને આ વાત જણાવી તો તેણે મને કહ્યું ઘરે હમણાં કોઇને ન જણાવીશ. નહીં તો અમને વઢશે. મારો મંગેતર મને બજારમાંથી બાળક પડી જાય તે માટેની દવા લેવા કહે છે. આ માટે તે કોઇ મિત્રને પૂછીને મને જલદીથી દવાનું નામ મોકલશે. પણ મને ડર લાગે છે કે બાદમાં ભવિષ્યમાં બાળક રહેવામાં કોઇ તકલીફ તો નહીં થાય ને? મારે એબોર્શન પણ નથી કરાવવું, કેમ કે તેનાથી મને ડર લાગે છે. વળી અમારા લગ્ન થવામાં પણ હજી વાર છે. તેથી મને કોઇ યોગ્ય ઉપાય જણાવશો.

જવાબઃ તમે પહેલી ભૂલ લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાની કરી, તે પણ કોઇપણ પ્રકારના પ્રોટેક્શન વગર સંબંધ બાંધ્યો, બરાબર છે કે તમે તમારા મંગેતર સાથે જ સંબંધ બાંધ્યો તેમ છતાં લગ્ન પહેલાં પ્રોટેક્શન વગર શારીરિક સંબંધ બાંધવો જોખમી છે. બીજી ભૂલ તમે ડોક્ટરને નહીં બતાવવાની કરી રહ્યાં છો. પોઝિટિવ પ્રેગ્નન્સી રિપોર્ટ આવતાં જ તમારે પહેલું કામ ગાયનેકને બતાવવાનું કરવું જોઇએ. હજી તમારી પાસે સમય છે. હજી તમે કોઇ સારા ડોક્ટરની સલાહ લઇને દવા લો. આ માટે મિત્રોએ જણાવેલી દવા લેવી ખૂબ જોખમી છે. તમારા મંગેતરની સાથે જઇને કોઇ સારા ડોક્ટરને બતાવી દો. આ માટે એ જ ઉપાય ઉત્તમ રહેશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષની છે. મારા અને મારા પતિના લવ મેરેજ છે. અમારે હજી સંતાન નથી. લગ્નને બે વર્ષ થયા છે. હજી સંતાન બે વર્ષ બાદ કરવાની ઇચ્છા છે. મારો પ્રશ્ન એ છે કે અમારા લવ મેરેજ હોવા છતાં પણ હવે મારા પતિ અને મારી વચ્ચે ઝઘડા ખૂબ થાય છે. અમે જોઇન્ટ પરિવારમાં રહીએ છીએ. આ કારણે પણ ઘણાં પ્રશ્ન થાય છે, જેના ઝઘડાં અમારી વચ્ચે થયા કરતા હોય છે. આ તકલીફનું પરિણામ એ આવ્યું કે મારા અને મારા પતિની સેક્સ લાઇફ બગડી ગઇ છે. હજી લગ્નને બે જ વર્ષ થયા હોવા છતાં મારા પતિને સેક્સમાં બહુ રસ નથી રહ્યો. તે વીકમાં માત્ર એકવાર મારી સાથે સંબંધ બાંધે છે. જ્યારે મને ઇચ્છા થાય છે, પણ વાતાવરણ એટલું તંગ હોય છે, વળી મને સામેથી કહેતાં પણ શરમ આવતી હોવાના કારણે હું મારા પતિને જણાવી નથી શકતી કે મને સેક્સની ઇચ્છા રોજ થાય છે. હું હજી પણ મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. પણ સમજી નથી શકતી કે લવ મેરેજ હોવા છતાં અમારી વચ્ચે આ તણાવ કેમ આવી ગયો. હું ઘણીવાર મારા પતિને ફરિયાદ કરું કે તમને શારીરિક સંબંધમાં કેમ રુચી નથી તો તેઓ થાક લાગ્યો હોવાનું જણાવીને મને વધુ ન વિચારવા કહે છે. મારે શું કરવું મને ઉપાય જણાવજો.

જવાબ : જોઇન્ટ પરિવારમાં આ પ્રશ્ન લગભગ દસમાંથી ૬થી ૭ દંપતીને સતાવતો હોય છે. પરિવારના સભ્યો વચ્ચે ઉંમરમાં તફાવત હોય, જનરેશન ગેપ હોય, સમજણમાં તફાવત હોય ત્યારે સાથે રહેવાના કારણે ઘણાં પ્રશ્નો ઊભા થાય. આ સમસ્યાની અસર પતિ-પત્નીના સંબંધ ઉપર થવા લાગતી હોય છે. ઘણીવાર કોઇ તકલીફ મનમાં સતાવતી હો પણ વડીલો સામે નહીં બોલી શકવાને કારણે મનમાં મુંઝવે સ્ત્રી કે પુરુષ અનુભવવા લાગે છે. જેનું પરિણામ ઉપર જણાવ્યંુ તેમ પતિ-પત્નીના સંબંધમાં જોવા મળે છે. બંને એકબીજાથી તંગ રહેવા લાગે છે. બંને વચ્ચે ઝઘડા થવા લાગે છે. અને તેની અસર શારીરિક સંબંધ ઉપર પડે છે. આ ખરેખર ખોટી વાત છે. શારીરિક સંબંધ ઉપર ઘરના ઝઘડાની અસર ન પડવા દો. તમે તમારા પતિને પ્રેમથી સમજાવો. તેમને સાથ સહકાર આપો અને લાગણીથી તમારી ઇચ્છાઓ વિશે કહો. વળી બેડરૂમમાં નવતર પ્રયોગ અજમાવો જેથી પતિને શારીરિક સંબંધ બનાવવાની ઇચ્છા થાય. જો પતિ સંબંધ બાંધવાની પહેલ ન કરતો હોય તો તમે સામેથી તેને ઉત્તેજિત કરો. આ માટે થોડા માદક વસ્ત્રો પહેરો, રૂમનું વાતાવરણ માદક બનાવો આવા પ્રયત્નો વડે તેમજ પતિને પ્રેમ આપીને તમે તેમની અંદરની શારીરિક સંબંધ બનાવવાની ઇચ્છાને જાગૃત કરી શકો છો.

Related posts

‘વિટામિન D’ ઊણપ ધરાવતા ભારતમાં 70-90% લોકો,

cradmin

જાણો પ્રિયંકાએ ધર્મ માટે બોલિવૂડ છોડનારી ઝાયરા વસીમ અંગે કહી આ વાત……

cradmin

જાણો શારીરિક સંબંધ દરમિયાન આ યુવતીઓ પાર્ટનર સાથે આવું કરાવવા માંગે છે…………

cradmin

Leave a Comment