Health Health Benifit News Reserch

જાણો સ્તન વિશેની આ સોળ હકીકતો જો તમે નહીં જ જાણતા હશો……..

સારી બ્રેસિયર પહેરવી અને સ્તનની સંભાળ સ્વપરીક્ષણ દ્વારા રાખવી એના કરતાં પણ સ્તનના સ્વાસ્થ્ય માટે વધુ ધ્યાન આપવાની જરૂરત છે. સ્ત્રીઓના ઉરપ્રદેશ ઉપર પુરુષો જેટલું ધ્યાન આપતાં હશે, સ્ત્રીઓ ભાગ્યે જ તેટલું ધ્યાન આપે છે. અહીં રજૂ કરેલી કેટલીક વિગતો સ્તન વિશેની ખોટી માન્યતાઓ દૂર કરે છે.

સ્તન ભરાવદાર બને છે
વીસેક વર્ષની આસપાસની યુવતીના સ્તન ચરબી, દૂગ્ધગ્રંથિઓ અને કોલાજન નામના કોષોથી બનેલા હોય છે, જે તેને કઠણ રાખે છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગ્રંથિઓ અને કોલાજન સંકોચન પામતાં જાય છે અને તેની જગ્યાએ વધુને વધુ ચરબી આવતી જાય છે.

તેથી બ્રાની સાઇઝ વધારે મોટી લેવાને બદલે જો તમે એજ જૂના નંબરની બ્રા પહેરશો તો તેની વધારાની ચરબી આજુબાજુથી નીકળીને વધુ નીચેના ભાગ તરફ જશે. અંડરવાયર ધરાવતી બ્રા પહેરવાથી થોડો ફાયદો મળે પણ ઉંમરને કારણે સ્તનનું ઘટતું સૌંદર્ય જાળવી શકાતું નથી.

સ્તનનું વજન તમારી કલ્પના કરતાં ઓછું હોય છે
કપની સાઇઝ યોગ્ય રીતે જાણવી જરૂરી છે. એ-કપથી સ્તનનો પા ભાગનો, બી કપથી અડધા ભાગનો, સી કપથી પોણા ભાગનો અને ડી-કપથી લગભગ પૂરો સ્તનનો ગોળાકાર ભાગ ઢંકાઇ શકે છે.

સ્તનની ચામડી પાતળી હોય છે
તમે જેમ જેમ મોટા થતાં જાઓ તેમ તેમ સ્તનનો વિકાસ થતો હોવાથી તેની ચામડી સ્થિતિસ્થાપક (ખેંચાઇ શકે તેવી) હોય છે અને તે જ કારણે શરીરનાં અન્ય ભાગોની ચામડી કરતાં તેની ચામડી પણ પાતળી હોય છે. જે સૂકી રહેવાનો વધુ ભય હોય છે.

તેથી યોગ્ય ક્રીમ દ્વારા મસાજ કરવાથી કોલાજન કોષો વધે છે અને સ્તન વધુ કઠણ રહે છે. તેનાથી કરચલીઓ પણ ઓછી થાય છે. સ્તનની ડીંટડીઓ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી હોય છે. કારણ કે તેની ચામડી પણ જલદી સૂકી થઇ જાય છે. જરૂર પડયે ત્યાં રોજ વેેસેલીન લગાડી શકાય.

સ્તન પર વાળ હોઇ શકે છે
લગભગ દરેક સ્ત્રીઓમાં ડીંટડીની આસપાસ રૂંવાટી હોય જ છે. બેથી ૧૫ જેટલા કાળા, સીધા વાળા સમયાંતરે ઊગે તે તદ્દન સ્વાભાવિક છે. સાદો નિયમ એ છે કે તમારી ત્વચાનો રંગ જેટલો વધુ હશે કે તમારા માથાના વાળ જેટલા ઘેરા રંગના હશે, તેટલા નીપલની આસપાસના વાળ ઘેરા હોવાની શક્યતા વધુ હોય છે.

જો તમને એની ચિંતા થતી હોય તો વેક્સિંગથી દૂર કરી શકાય. પણ આ વાળ બહુ જ ઓછા પ્રમાણમાં હોય તો ચીપીયા વડે ખેંચી નાખવા સરળ રહે છે. તે માટે નીપલની આસપાસ આલ્કોહોલ લગાડી વાળ ખેંચી નાખો. પછી ત્વચા લૂછીને ચેપ લાગે નહીં તે માટે સારું એન્ટીબાયોટીક લોશન લગાડો. એ પછી દર બેથી ત્રણ અઠવાડિયે આ પ્રક્રિયા ફરીથી કરી શકાય.

બંને સ્તનનાં આકાર જુદા જુદા હોઇ શકે છે
માત્ર ડીંટડીઓનો આકાર જ નહીં, તેમની દિશાઓમાં પણ જુદા પણું હોઇ શકે છે. ડીંટડીમાં રહેલા એઇરોલને કારણે ડીંટડી ઉપર, નીચે, ડાબી કે જમણી તરફ ફંટાતી હોય છે. જો એઇરોલ થોડા ઉપરની તરફ હોય તો ડીંટડીનો ખૂણો ઉપર તરફ જશે. ઘણી સ્ત્રીઓમાં એઇરોલ સ્તનનાં નીચેના કે ખૂણા તરફના ભાગમાં હોય છે. અમુક સ્ત્રીઓમાં સ્તન જુદી જુદી દિશાઓમાં ફંટાતા પણ જોવા મળે છે.

દર મહિને બંને સ્તનની પરિસ્થિતિ જુદી જુદી હોઇ શકે છે
હોરમોન્સ સાયકલ બદલાયા કરવાને લીધે દર અઠવાડિયે સ્તનનાં કોષો પણ બદલાય છે. માસિક સ્રાવના દિવસો પછી સ્તનનાં કોષો એકદમ નરમ બની જાય છે કારણ કે તે સમયે હોરમોન્સનું પ્રમાણ ઘટી જાય છે.

એ પછીના સમયમાં સ્તનની ડીંટડીઓ જાતીય રીતે વધુ આવેગમય હોય છે, જે શરીરમાં વધેલા ઇસ્ટ્રોજનનાં પ્રમાણને કારણે હોય છે. છેલ્લે, એટલે કે ફરી માસિક સ્રાવ આવવાના થોડા દિવસ પહેલાં અથવા માસિક સ્રાવ દરમિયાન વધુ પડતાં પ્રોજેસ્ટેરોન હોરમોન્સના સ્રાવને લીધે સ્તન સૂજીને વધેલા તથા માંસલ લાગે છે. પેઇન કિલર દવાઓ અને ચા-કોફીનું સેવન ઘટાડવાથી તેમાં થતો દુ:ખાવો ઓછો કરી શકાય.

પરીક્ષણ માટેનો આ શ્રેષ્ઠ સમય છે
આ સમય દરમિયાન તમારા સ્તન એકદમ સુંવાળા અને ઓછા માંસલ હોવાને લીધે માસિક સ્રાવના એક અઠવાડિયા પછી સ્તનમાં સોજો કે ગાંઠ છે કે નહીં તેનું પરીક્ષણ કરવું ખૂબ સરળ બને છે. આ સમયે ગાયનેકોલોજીસ્ટ ખૂબ સરળતાથી સ્તન પરીક્ષણ કરીને નોંધી શકે છે કે સ્તનમાં કોઇ ગાંઠ કે સમસ્યા છે કે નહીં.

ચાલીસ લાખ સ્ત્રીઓ સ્તન ઊભારવાના પ્રયત્નો કરે છે
લગભગ વીસ લાખ મહિલાઓમાંથી અઢી લાખ મહિલાઓ ઓપરેશન દ્વારા સ્તન ઊભારવા માટેના ઓપરેશન કરાવે છે. આ ઓપરેશન સરેરાશ ૩૪ વર્ષની મહિલાઓમાં વધુ થતાં જોવા મળે છે અને તેમાંની ૯૦ ટકા સ્ત્રીઓ બાળકોની માતા બન્યા પછી ઓપરેશન કરાવે છે.

મોટાભાગની સ્ત્રીઓ પોતાના સ્તન જેટલા નંબરના હોય તેના કરતાં બે નંબર વધારે છે. છતાં દરેક વખતે તેના પરિણામોથી તે સંતુષ્ટ હોય જ, એવું જરૂરી નથી. છ ટકા સ્ત્રીઓ, જે સ્તન ઉભારવાના અન્ય પ્રયત્નો કરી ચૂકી હોય તે ફરીથી પોતાની મૂળ સાઇઝની બ્રા પહેરવા માંડે છે અથવા તો ઓપરેશન કરાવીને હતાં તેવાં જ સ્તન મેળવવાના પ્રયત્ન કરે છે.

પણ સ્તન ઇમ્પ્લાન્ટ કરાવવાથી સ્વાસ્થ્યને જોખમ તો રહે જ છે
શરીરની ઘટતી રોગપ્રતિકારક શક્તિ અને કેન્સર જેવી સમસ્યાઓને ભલે સંશોધન દ્વારા સ્તન ઇમ્પ્લાન્ટ કરવાના ઓપરેશન સાથે સાંકળવામાં ન આવે પણ એ હકીકત તો સ્વીકારવી જ રહી કે સિલીકોન અથવા કોમન સેલાઇન પદ્ધતિથી વધારેલા સ્તનને કારણે આડઅસર તો થઇ જ શકે છે.

લગભગ દસ ટકા કેસોમાં સિલીકોનનો આકાર બદલાવાથી, સેલાઇન ભરેલી થેલીમાં લીકેજ થવાથી કે કરચલી પડવાથી ખરાબ ઇમ્પ્લાન્ટ દૂર કરવા બીજું ઓપરેશન કરવું પડે છે. તેમાં અન્ય સમસ્યા પણ સર્જાય છે, જેને કેપ્સ્યુલર કોન્ટ્રાક્ટયુઅર કહે છે, જેમાં કુદરતી રીતે જ કોષોમાં પડતી તિરાડને લીધે ઇમ્પ્લાન્ટ સંકોચાય છે, જેને લીધે સ્તન એકદમ કઠણ થઇ જાય છે. આ દૂર કરવા માટે પણ ઓપરેશનનો સહારો લેવો પડે છે અને આવા કોઇ પણ ઓપરેશન, ભલે તે નાનાં હોય, ચેપ કે વધુ પડતાં લોહી વહી જવાના જોખમ સાથે જ કરવા પડતાં હોય છે.

પ્રમાણથી વધુ પાતળા કપડાં પહેરવાથી સૂર્યના કિરણે સ્તનની ત્વચા પર અસર કરી શકે છે
સ્વીમિંગ કોશ્ચ્યુમનું કાપડ પ્રમાણમાં પાતળું કહી શકાય તેવું હોય છે. તેનાથી સૂર્ય કિરણો પાંચથી સાત ટકા સુધી દૂર રહી શકે છે. સ્તનની કોમળ ચામડીને સૂર્યના તાપથી બચાવવા એવું વસ્ત્ર જરૂરી છે, જે ઓછામાં ઓછું ૧૫ ટકા તડકાથી બચાવી શકે. જો વધુ પાતળા કપડાં પહેર્યા હોય તો પ્રખર સૂર્યના તાપથી સ્તન પર અકાળે કરચલી અને કાળા ડાઘ પડી શકે છે.

સ્તન ઉપર ”ટી ઝોન” હોય છે
ટી ઝોન એટલે બે સ્તન વચ્ચેની અને તેની ઉપરના ભાગની ગળા તરફની ત્વચા. સ્તનની આજુબાજુની પૂરી ત્વચામાં સારા એવા પ્રમાણમાં તૈલીગ્રંથિઓ આવેલી છે, જે ત્વચા ઉપર ખીલ કે કાળા ડાઘ ઉત્પન્ન કરવામાં વધુ કાર્યરત થતી હોય છે.

વળી, સ્તન પ્રમાણમાં જેટલા વધુ મોટાં, તેમ આ તૈલીગ્રંથિઓ વધુ હોય છે, જેને કારણે બેક્ટેરિયાનો ઉપદ્રવ પણ વધે છે. આવા સમયે સ્તનની નીચેના ભાગની ત્વચા અને સ્તનની વચ્ચેના ભાગમાં પાઉડર વાપરવો હિતાવહ છે, જે ત્વચાને સૂકી રાખે. વળી, આ ટી ઝોન કસરત પછી રોજ વ્યવસ્થિત સાફ કરી ત્યાં ટોનર લગાડવું. વધુ પડતી પરસેવાવાળી બ્રા લાંબો સમય પહેરી રાખવી નહીં.

સ્તન ઉભાર અનેક કારણોસર દેખાતો હોય છે
ઘણી સ્ત્રીઓ પ્રયત્નપૂર્વક પોતાના સ્તનને ઉભારવાનો પ્રયત્ન કરે છે. પણ આ ઉભાર સ્તનના આકાર, તેનું સ્થાન અને તમારી આખી દેહાકૃતિ કેવી છે તેના ઉપર પણ આધાર રાખે છે. બે સ્ત્રીઓનાં કપની સાઇઝ એક સરખી હોઇ શકે પણ જો સ્ત્રીના સ્તનનો મધ્યભાગ ચરબીવાળો હોય તો તેના સ્તનનો ઉભાર વધુ દેખાય છે.

કોઇ અન્ય સ્ત્રીના સ્તનનાં ગોળાકાર એ અથવા બી કપનાં હોય પણ જો કુદરતી રીતે તેનાં સ્તન એકબીજાની નજીક ગોઠવાયેલા હોય તો તેનાં સ્તનનાં ઉભાર વધુ સુંદર દેખાતાં હોય છે. શરીરની પહોળાઇને કારણે પણ ઉભાર ઉપર અસર થતી હોય છે. જો તમારું શરીર ખભા નીચેથી સાંકડું હોય તો સ્તનનો ઉભાર સ્વાભાવિક પણે જ વધી જવાનો.

સૂવાની પદ્ધતિને કારણે સ્તનનાં આકાર ઉપર અસર થાય છે
જો તમે ઊંધા થઇને સૂવાની આદત ધરાવતા હો તો લાંબા ગાળે તમારા સ્તનનાં આકાર ઉપર તેની અસર થાય છે. આખી રાત ગાદલા પર ઊંધા દબાઇને સૂવાથી અમુક વર્ષો બાદ સ્તનનો આકાર બદલાય છે. તે માટે સૂવાની શ્રેષ્ઠ પદ્ધતિ એ છે કે સીધા, ડાબે અથવા જમણે સૂવા છતાં ટેકા માટે તકિયો રાખીને સૂવું.

બહુ ઉછળકૂદ કરવી યોગ્ય નથી
દોડવાની કે એરોબિક્સ જેવી કસરતોથી સ્પોર્ટસ બ્રા પહેરી હોવા છતાં તેની અંદર સ્તન ઉપર-નીચે થાય છે. વળી, અમુક ધોવાણ પછી સ્પોર્ટસ બ્રા પણ ઢીલી પડી જતી હોય છે. તેનાથી કસરત દરમિયાન તમારા સ્તનને જોઇએ તેવો સપોર્ટ મળતો નથી. તેનો ઉપાય એ છે કે એવી સ્પોર્ટસ બ્રા પહેરવી, જેના નીચેના ભાગમાં અંડરવાયર હોય અને તેના કપમાં સ્તન બરાબર રીતે ગોઠવાઇ જાય. પછી ભલે તેનો નંબર, તમારા રોજિંદી બ્રાના નંબર કરતાં જુદો હોય.

યોગ્ય કસરતથી સ્તનનો આકાર જાળવી શકાય છે
સ્તનમાં કોઇ જ સ્નાયુ નહીં હોવાને કારણે ગમે તેટલી કસરત કરશો તો પણ સ્તનની જાડાઇ કે સ્તનના ઉભાર વધારી શકાતાં નથી. નિયમિત કસરતથી છાતીમાંના પેકટોરલ સ્નાયુ મજબૂત બને છે, જે સ્તનને કઠણ રાખે છે અને સ્તન ઉભાર પામ્યા હોય તેવો દેખાવ ઊભો કરે છે. સ્તન માટે પુશઅપ્સ જેવી કસરત યોગ્ય ગણી શકાય.

સ્તન ઉપર ત્રણ ડીંટડી પણ હોઇ શકે
સ્ત્રી (કે પુરુષ) માટે પણ એવું અશક્ય નથી કે તેમને વધારાની ડીંટડી હોય. આવી બિનકાર્યરત ડીંટડી કે નીપલ સામાન્ય રીતે નાની હોય છે અને શરીરનાં સ્તનની મૂળ ડીંટડીના નીચેના ભાગમાં આવેલી હોય છે. તેમાં દુગ્ધ ગ્રંથિઓ નહીં હોવાથી તે ભાગ્યે જ દૂધ ઉત્પન્ન કરી શકે છે.

તો પછી આવી ડીંટડી કેવી રીતે ઊગે છે? સામાન્ય રીતે ગર્ભના વિકાસ દરમિયાન શરૂઆતના સમયમાં છાતીના કોષો છાતીની આસપાસ યુ આકારના અર્ધગોળાકાર બનાવે છે. સમય જતાં આ કોષો અદ્રશ્ય થાય છે અને બે મુખ્ય કોષો નીપલ રૂપે શરીર ઉપર બાકી રહી જાય છે.

Related posts

મોદી સરકારની જાહેરાતથ મુજબ શેરબજારમાં દિવાળી, સેન્સેક્સમાં 1900 પોઇન્ટનો ઉછાળો કર્યો

cradmin

4 વ્હીલરમાં અકસ્માત દરમિયાન પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજા અને મૃત્યુ વધુ થાય છે:સંશોધન

cradmin

જાણો અમદાવાદમાં બહુમાળી બિલ્ડિંગોમાં પૂરતા પાર્કિંગ માટે મુંબઇવાળી, ફાયરે પોતાનો અભિપ્રાય બતાવ્યો……….

cradmin

Leave a Comment