Design Mental Health Minimal News Reserch Skin Care

આ સાવકી દીકરીનાં આરોપો પર બોલ્યો અભિનવ જાણો…..

ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી ગત ઘણાં દિવસોથી તેની અંગત લાઇફને લઇને ચર્ચામાં છે. હાલમાં જ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ તેનાં સાવકા પિતા અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનાં આરોપ લગાવ્યા હતાં. આ મામલે અભિનવ કોહલીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તે બાદ તે જામીન પર બહાર આવ્યો છે.

આ આખા મામલે અભિનવ કોહલીને દરેક જગ્યાએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેને ઘણી ખરી-ખોટી સાંભળવી પડી હવે આ મામલે અભિનવનું નિવેદન સામે આવ્યું છે.

અભિનવે ન્યૂઝ એજન્સી ANIને આપેલાં ઇનટરવ્યુંમાં સ્પષ્ટતા આપતાં કહ્યું કે, હમેશાં એક સિક્કાની બે બાજુ હોય છે. હું ફક્ત એક જ વાત કહીશ કે સત્ય જરૂર સામે આવશે. પોતાનાં પર લાગેલા આરોપો અને સોશિયલ મીડિયા પર થઇ રહેલી બદનામીથી અભિનવ ઘણો દુખી છે. તેણે કહ્યું કે, ‘આ ખુબજ દુખદ છે. જોકે કોઇપણ વ્યક્તિએ સ્ટ્રોંગ રહેવું જોઇએ. કારણ કે, ચીજ વધુ ખરાબ થઇ શકે છે.’ અભિનવે કહ્યું કે, તેનાં માટે આ મોટો ઝટકો છે.

દુખી છે અભિનવ- અભિનવ કોહલીએ જણાવ્યું કે, ‘હાલમાં હું પરિસ્થિતિમાંથી રિકવર થઇ રહ્યો છું અને પરેશાન છું. હાલમાં મને સંપૂર્ણ નોર્મલ થતા સમય લાગશે.’ આ પહેલાં સ્પોટબોયને આપેલાં ઇન્ટરવ્યુંમાં અભિનવ કોહલીએ જણાવ્યું કે, તે જેલમાંથી બહાર આવ્યા બાદ શ્વેતા તિવારીને પણ મળ્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે શ્વેતા તિવારી તરફથી કોઇ રિએક્શન આવ્યું નથી.

શ્વેતા તિવારીની ચુપ્પી- ગત દિવસોમાં શ્વેતા તિવારીનાં એક્સ પતિ રાજા ચૌધરીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. રાજા ચૌધરીએ કહ્યું કે, દીકરીની સાથે જે વર્તન કર્યું છે તેનાંથી તે ઘણો ગુસ્સામાં છે. રાજાએ અભિનવ પર આરોપો લગાવતા કહ્યું કે, તે એક માલિકની જેમ મારી દીકરીને આદેશ આપતો અંદર જા, અહીં નહીં બેસ. અને પલકને અનુચિત રીતે જોતો. જે વાતે મારું લોહી ઉકળી ગયુ છે.’ હવે જોવાનું એ રહેશે કે આ મામલે હવે શ્વેતા તિવારી કોઇ પ્રતિક્રિયા આપે છે કે નહીં.

Related posts

બોલિવૂડનો સ્ટાર, ડાયરેક્ટરનું નાડું ખોલવા પર મળ્યું ફિલ્મમાં કામ જાણો……..

cradmin

જાણો શિલ્પાએ પોતાની મુર્ખામી જાતે જ લોકોને બતાવી, દિવસે યોગા અને રાતે આવું કામ……….

cradmin

સુરત: કિશોરી પર દુષ્કર્મ આચર્યા પછી નગ્ન ફોટા પાડી બ્લેક મેઇલ કરવાથી ધરપકડ

cradmin

Leave a Comment