Health Benifit News Reserch Story Telling

બોલિવૂડનો સ્ટાર, ડાયરેક્ટરનું નાડું ખોલવા પર મળ્યું ફિલ્મમાં કામ જાણો……..

ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટરની ઓળખ બનાવનારો ચંકી પાંડે આજે પોતાનો 57મો જન્મદિવસ મનાવી રહ્યો છે. 80ના દશકમાં તેણે હિટ ફિલ્મો આપી હતી પરંતુ લીડ એક્ટરના રૂપમાં તે ક્યારેય ન ઉપડ્યો. હિન્દી ફિલ્મોમાં ફ્લોપ રહ્યા બાદ ચંકી પાંડેએ બાંગ્લાદેશી ફિલ્મોમાં કામ કર્યું અને ત્યાં તે હિટ રહ્યા હતા.

તેના પછી તેણે ફરી બોલિવૂડમાં કમ બેક કર્યું. ક્યારેક અક્ષય કુમારને ડાન્સ શીખવનારો ચંકી પાંડે તેના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કહે છે. ચંકી પાંડે અને અક્ષય કુમારે ઘણી ફિલ્મો સાથે કરી હતી. ચંકી અને અક્ષય કુમાર એક સાથે ડાન્સ ક્લાસમાં હતા. તેણે જ અક્ષયને ડાન્સ કરવાનું શીખવ્યું હતું. પરંતુ અક્ષયના જેવી સફળતા ન મળી. એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે કેવા પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું હતું.

ચંકી પાંડેએ ડાયરેક્ટર પહલાજ નિહલાનીને 1987માં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાની ફિલ્મ આગ હી આગમાં તક મળી હતી. પહલાજ સાથે પહેલી મુલાકાતની વાત કરતાં ચંકીએ કહ્યું કે તે એક લગ્નમાં નાડા વાળો કુર્તો પહેરીને આવ્યા હતા. લગ્નમાં જ જ્યારે તે ટોયલેટમાં ગયા તો તેના પાઈજામાનું નાડું ખુલી નહોતું રહ્યું. નિહલાનીએ નાડું ખોલવા માટે ચંકીની મદદ લીધી હતી. ત્યારે વાતોવાતોમાં ચંકીને ફિલ્મ ઓફર કરી હતી. આ રીતે તેને મળી હતી પહેલી ફિલ્મ. ચંકીને પાપ કી દુનિયા, ખતરોંના ખેલાડી, જહરીલે અને આંખે જેવી સુપરહિટ ફિલ્મો આપીને પોતાનો સિક્કો જમાવ્યો હતો.

તેણે 1988માં સુપરહિટ ફિલ્મ તેજાબમાં અનિલ કપૂરના મિત્રની ભૂમિકા કરી હતી. જેના માટે તેને ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો. પરંતુ 90ના દશકમાં તેમનું કરિયર પૂરું થઈ ગયું હતું. બોલિવૂડમાં પોતાનું કરિયર પૂરું થતું જોતાં ચંકી પાંડેએ બાંગ્લાદેશી સિનેમા તરફ વળ્યો હતો. આ ભાષા ન આવડવા છતાં પણ તેણે બાંગ્લાદેશમાં સ્ટારડમ મેળવ્યું. તેણે આ સિનેમામાં સ્વામી કેનો અસામી, બેશ કોરેચી પ્રેમ કોરેચી, મેયેરા એ માનુષ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી, જોકે તેણે ફરી બોલિવૂડમાં ડગ માંડ્યા હતા.

Related posts

જાણો ક્યાં કારણથી લગ્નમાં આવેલ ફોટોગ્રાફર સાથે ભાગી ગઈ દુલ્હન…….

cradmin

કેટરીના એ કહ્યું કે સલમાન ખાન ને લઈને ખુલાસો કરતા કર્યો, હા અમારા બને વચ્ચે સબંધો હતા…

cradmin

How To Travel By Yourself

cradmin

Leave a Comment