News Reserch

કરિના કપૂર ને રાત્રે 1 વાગ્યે ફોન કરીને આ કોરિયોગ્રાફરે કરી ન કરવા જેવી વાત…….

ડાન્સ રિયાલીટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. 7મી સિઝનમા આનવાર એપિસોડમાં બોલિવૂડની મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાન ગેસ્ટ જજ તરીકે શોમાં જોવા મળવાની છે. કરિના અને સરોજ ખાને ઘણી ફિલ્મોમા સાથે કામ કર્યું છે. શોના સેટ પર કરિના ઘણા કિસ્સા શેર કરતી જોવા મળવાની છે. હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને એમાં આ બધા ખુલાસા થઈ રહ્યા છે. કરિનાએ ખુદ સરોજ ખાન વિશે વાત કરી છે.

આ વીડિયો એ શોનો પ્રોમો છે. આ પ્રોમોમા જોવા મળી રહ્યું છે કે કરિના સરોજ ખાન સાથેના પોતાનાં અનુભવો શેર કરી રહી છે. કરિના જણાવે છે કે જ્યારે તે સરખી રીતે ડાન્સ મુવ્સ નહોતી કરી શકતી તો સરોજ ખાન એને રાતે 1 વાગ્યે ફોન કરી અને કહેતી કે ‘એ લડકી ચલ કમર હિલા’ રાતનાં એક વાગ્યા છે, શું કરી રહી છે. આ બાદ સેટ પર કરિના અને સરોજ ખાન સાથે ડાન્સ પણ કરે છે.

સેટ પર સરોજ ખાનને જોઈ બધા લોકો ઘણા ખુશ થઈ જાય છે. શોના જજ બોક્સો અને રફ્તાર સરોજ ખાનના આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ શો એ કરિના માટે ટીવી ડેબ્યૂ શો છે.

Related posts

આ બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ગોરજિયસ લૂક કેવો લાગે છે, જાણો…….

cradmin

છોકરીને કિસ કરતી વખતે છોકરાઓએ આ ભાગ પર રાખવો જોઈએ હાથ, ફિલિંગમા થાય વધારો જાણો

cradmin

રાજકોટઃ પોલીસની પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 45 કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ચર્ચા

cradmin

Leave a Comment