Health Benifit Medical News Reserch

જાણો પ્રિયંકાએ ધર્મ માટે બોલિવૂડ છોડનારી ઝાયરા વસીમ અંગે કહી આ વાત……

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકેલી ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંક (The Sky Is Pink)થી ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી લીધી છે. ધ સ્કાય ઇઝ પિંકનુંટ્રેલર જ્યારથી રિલીઝ થયુ છે ત્યારથી તે ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ધર્મ માટે બોલિવૂડ છોડનારી ઝાયરા વસીમ (Zaira Wasim) છેલ્લી વખત નજર આવશે. ધ સ્કાય ઇઝ પિંકનું શૂટિંગ પૂર્ણ થયા બાદ ઝાયરાએ બોલિવૂડ છોડવાનો નિર્ણ કર્યો હતો. આ મામલો ધર્મ સાથે જોડાયેલો હોવાને કારણે ખુબ મોટો વિવાદ ઉભો થઇ ગયો છે. લોકોએ ઝાયરાનાં અંગત મુદ્દાને સામાજિક બનાવી તેનાં પર ચર્ચા શરૂ કરી દીધી. હવે આ મામલે ધ સ્કાય ઇઝ પિંકની ઍક્ટ્રેસ અને ઝાયરા વસીમની કો-સ્ટાર પ્રિયંકા ચોપરાએ તેની પ્રતિક્રિયા આપી છે.

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નાં પ્રમોશનમાં લાગી ગઇ છે. મુંબઇ મિરરને આપેલાં ઇન્ટરવ્યૂં દરમિયાન પ્રિયંકાને ઝાયરા વસીમની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. પ્રિયંકાને પુછવામાં આવેલાં પ્રશ્ન હતો કે, શું તેની ઝાયરા સાથે ઇન્ડસ્ટ્રી છોડવાનાં નિર્ણય પર વાતચીત થઇ હતી? જેનાં પર પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘અમારી ઘણી વખત વાતો થઇ છે. પણ ઇન્ડસ્ટ્રી અને કામ અંગે. ક્યારેય આ મુદ્દે વાત નથી થઇ. તેનાંથી મારે કોઇ જ લેવા દેવા નથી.’

તેણે વધુમાં કહ્યું કે, ‘આ ઝાયરાનો અંગત નિર્ણય છે. આપણે કોણ હોઇએ છીએ નક્કી કરનારા કે કઇ વ્યક્તિને શું કરવું જોઇએ. અને શું ન કરવું જોઇએ. તે એક ઉત્તમ ઍક્ટ્રેસ છે. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર પરફોર્મન્સ આપી છે. અમે હમેશાં તેનું ભલુ થાય તેવી કામના કરીએ છીએ. ‘

ઍક્ટ્રેસ ઝાયરા વસીમનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખવામાં આવ્યું કે, ‘મને એવું લાગે છે કે, હું આ ઇન્ડસ્ટ્રીમાં ફિટ છું પણ અહીં ખુશ નથી. મને અનુભવ છે કે, હું મારા ધર્મ અને મારી આત્માનો કનેક્શન નષ્ટ કરતી જઇ રહી છું. તેથી મે આ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો છે. ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને ‘દંગલ’ જેવી ફિલ્મોમાં કામ કરનારી ઝાયરા વસીમની છેલ્લી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ હશે. ‘

Related posts

જાણો શું ઉપાય છે માનસિક આરોગ્ય નો ઉપચાર કેવી રીતે કરવામાં આવે છે.

cradmin

જાણો ક્યાં કારણથી લગ્નમાં આવેલ ફોટોગ્રાફર સાથે ભાગી ગઈ દુલ્હન…….

cradmin

દાંતમાં સડો અને પોલાણ તો અજમાવો આ નુકશાની ની , સમસ્યા થી થશે દૂર

cradmin

Leave a Comment