News Reserch

આ અભિનેત્રીએ કર્યો ધડાકો, ડ્રગ્સ આપીને કરવામાં આવ્યું હતુ શારીરિક શોષણ જાણો…….

તાજેતરમાં જ એક જાણીતી અભિનેત્રીએ પોતાની વ્યક્તિગત જિંદગી સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે કૉલેજનાં દિવસોમાં તેની સાથે એક ભયાનક ઘટના બની હતી. તેણે હાલમાં જ આપેલા પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે તે ન્યૂયૉર્ક યૂનિવર્સિટીની Tisch School Of The Artsમાં અભ્યાસ કરી રહી ત્યારે કૉલેજનાં શરૂઆતનાં દિવસોમાં તેનું શારીરિક શોષણ થયું. આ અભિનેત્રી બીજું કોઇ નહીં, પરંતુ નેટફ્લિક્સ સીરીઝ Riverdaleમાં જોવા મળેલી કૈમિલા મેંડેસ છે.

એક રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસે કૉલેજનાં જુના દિવસોને યાદ કરતા કહ્યું કે, “કૉલેજમાં પહેલું વર્ષ ઘણું મુશ્કેલ હતુ. મે ઘણા મુશ્કેલ અનુભવ કર્યા. એક વ્યક્તિએ મને ડ્રગ્સ આપીને મારું શારીરિક શોષણ કર્યું.” જો કે આ મામલે તેણે વધારે માહિતી ના આપતા કહ્યું કે, ત્યારથી તેણે એ નક્કી કરી લીધું કે તે ખુદને સુરક્ષિત અને કફર્ટેબલ કરવા માટે જિંદગીમાં બધુ જ કરશે. આ ઘટના બાદ તેણે પોતાની પીઠ પર ટૈટૂ બનાવડાવ્યું. આ ટૈટૂમાં લખ્યું હતુ કે, ‘To Build A Home.’

કૈમિલાએ કહ્યું કે, ટૈટૂ તેને યાદ અપાવે છે કે તેની સાથે સાથે તેણે પોતાની આસપાસનાં વાતાવરણને પણ મજબૂત બનાવવાનું છે. કૈમિલાનું કહેવું છે કે તે પોતાના ફેન્સ માટે રૉલ મૉડલ બનવા માંગે છે. તે ખાવા ખાવાની આદતનાં કારણે તેની સાથે જોડાયેલા ડિસઑર્ડર અને તેમાં સુધારાની જાગૃતતા ફેલાવવા ઇચ્છે છે. આ એવી જાગૃતતા છે જેની તેને પોતાના કૉલેજનાં દિવસોમાં ઘણી જરૂર હતી.

Related posts

જાણો આ ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ફરી વિવાદમાં આવ્યું, કિંજલ દવેને નોટિસ દ્વારા કંઈક મળ્યો લેટર

cradmin

જાણો રીલીઝ થયું મરજાવાંનું ટ્રેલર, કેવી મજા પડશે…….

cradmin

જાણો પ્રિયંકાએ ધર્મ માટે બોલિવૂડ છોડનારી ઝાયરા વસીમ અંગે કહી આ વાત……

cradmin

Leave a Comment