18+ Health Benifit Medical News Reserch

જાણો અભિનેત્રીનો નંબર એવી સર્વિસનાં પોસ્ટરમાં છાપી દીધો કે લોકો સીધા યૌન સંબંધની જ માગ કરે છે

ટીવી અભિનેત્રી બૃષ્ટિ રોયનું જીવવું કેટલાક સમયથી હરામ થઈ ગયું છે. કેટલાક સમયથી આખા બંગાળમાંથી કોલ આવે છે અને લોકો ગંદી ગંદી વાતો કરે છે. તેને એસ્કોર્ટ સર્વિસને લઈને સવાલ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જ્યારે હકિકત બહાર આવી તો કંઈક અલગ જ મામલો સામે આવ્યો છે. કોલકતાની લોકલ ટ્રેનમાં અભિનેત્રીનું નામ, ફોટો અને મોબાઈલ નંબર આપવામાં આવ્યાં હતા અને તે પોસ્ટર એસ્કોર્ટ સર્વિસનું હતું.

બૃષ્ટિ રોયે વાત કરતા જણાવ્યું કે, મને 24 ઓગસ્ટથી અજાણ્યા નંબર પર કોલ આવવા લાગ્યા. શરૂઆતમાં મને લાગ્યું કે આ ખોટા ફોન છે કોઈ મને હેરાન કરી રહ્યું છે. ત્રણ દિવસ બાદ મારા એક મિત્રએ મને પોસ્ટરનો ફોટો શેર કર્યો ત્યારે મને ખબર પડી કે આ બધું કેમ થઈ રહ્યું છે. ફોટો જોઈને મારી આંખો પહોળી રહી ગઈ. મને ખબર નહોતી પડતી કે હું શું કરૂ.

મને લગાતાર ફોન આવવાનું શરૂ જ રહ્યું. લોકો ફોન કરીને સીધી સર્વિસ વિશે જ પુછે. બધા એવું જ જણાવી રહ્યા છે કે મારો નંબર એમને એક એસ્કોર્ટ સર્વિસની જાહેરાત વાળા પોસ્ટર પરથી મળ્યો છે. લોકો મને પુછી રહ્યા છે કે શું પોસ્ટર પર દેખાઈ છે કે ફોટો બૃષ્ટિ રોયનો જ છે. આવી બધી વાતો સાંભળીને મને મોટો આઘાત લાગ્યો.

હીરોઈને આજે જ વાત કરતા જણાવ્યું કે લોકો આજે સવારે પણ મને ફોન કરતા હતા અને એકદમ ગંદી ગંદી વાતો કરતા હતા. બૃષ્ટિ રોયે ઘણી બધી બંગાળી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મોમાં પણ તેણે રોલ કરેલા છે. આ દિવસોમાં તે કામ નથી કરી રહી. અભિનેત્રીએ આગળ કહ્યું કે, હું ફોન નંબર બદલવાનું વિચારૂ છું પણ હાલ પોલીસની તપાસ શરૂ છે એટલે હું નહીં કરી શકું. હું હાલાતનો સામનો કરી રહી છું. હું જાણું છું કે હું નિર્દોષ છું. કોઈએ મને હેરાન કરવા માટે આ બધું કાવતરૂ કર્યું છે. પરંતુ હું હાર નહીં માનું અને જલ્દી જ ગુનેગાર લોકોને સજા મળશે.

Related posts

છોકરીને કિસ કરતી વખતે છોકરાઓએ આ ભાગ પર રાખવો જોઈએ હાથ, ફિલિંગમા થાય વધારો જાણો

cradmin

જાણો ડુંગળીના 9 પ્રભાવશાળી આરોગ્ય લાભો …

cradmin

અર્જુનની નાની બહેન અંશુલાએ મલાઇકા સાથે શારીરિક સંબંધ પર આપ્યું મોટું નિવેદન જાણો….

cradmin

Leave a Comment