News Reserch

જાણો અમદાવાદમાં જે રિક્ષા ચાલકની રિક્ષા કબ્જે કરી 18,000નો મેમો ફાડેલો તેણે ક્યાં કારણથી ફિનાઈલ પી લીધું….

ગોમતીપુરમાં રહેતા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરીને ૧૮ હજારનો દંડ ફટકારતા ફિનાઈલ પી લીધું હતું. સારવાર અર્થે તેને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો છે.બનાવને પગલે ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. રિક્ષાચાલકે આવકનું એકમાત્ર સાધન પોલીસે કબજે કરી લેતા આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

રાજપુર ગોમતીપુરમાં અશોકનગર પાસે રહેતા રાજુભાઈ ડીસોલંકી(૪૮)એ ૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે સાત વાગ્યે ફિનાઈલ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા ગોમતીપુર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. ગોમતીપુર પોલીસ સ્ટેશનના સીનીયીર પી.આઈ.સી.બી.ટંડેલના જણાવ્યા મુજબ પુછપરછમાં રાજુભાઈએ જણાવ્યું હતું કે દોઢેક મહિના અગાઉ નવરંગપુરામાં દાદા સાહેબના પગલા પાસે ટ્રાફિક પોલીસે ટ્રાફિકના ભંગ બદલ તેને રૃ.૧૮,૦૦૦નો મેમો આપ્યો હતો.

પત્ની અને બે દિકરાનો પરિવાર ધરાવતા રાજુભાઈએ પોતે ભાડેથી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું અને રિક્ષા ડિટેઈન કરાતા આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. ગંડના મેમો અંગે વાત કરતા તેણે મેમો કોઈ એજન્ટને આપ્યો હોવાનું પોલીસને કહ્યું હતું. ગોમતીપુર પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ફફળાટ / એસ જયશંકરના POK પરના નિવેદન પર પાકિસ્તાન ભડક્યું, આંતરરાષ્ટ્રીય સમુદાયને આ બાબતે ઘટતુ કરવા કહ્યું

cradmin

ઘાટકોપર, મયંક ટયુટોરિયલના માલિકની છાતી, ગળા, હાથ પર ચૉપરના ઘા ઝીંકી તેમની હત્યા

cradmin

જાણો પ્રિયંકાએ ધર્મ માટે બોલિવૂડ છોડનારી ઝાયરા વસીમ અંગે કહી આ વાત……

cradmin

Leave a Comment